ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

રાજ્યમાં આગામી એક વર્ષમાં 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવા લક્ષ્યાંક સાથે કામ કરવા અનુરોધ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યમાં આગામી એક વર્ષમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે તેવા લક્ષ્યાંક સાથે કામ કરવાની આવશ્યકતા છે એવું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કૃષિ મહાઅભિયાનને વધુ વેગવાન બનાવવા રાજ્યપાલશ્રીએ રાજભવન ખાતે ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરિષ્ઠ અધિકારીઓ અને ખેડૂત આગેવાનોને માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં અત્યારે 9 લાખ 27 હજાર 550 ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આગામી એક વર્ષમાં 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે તેવો લક્ષ્યાંક છે. અત્યાર સુધીમાં 43 લાખ 98 હજાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી માટે સક્રિય રીતે કામ કરવાની જરૂર છે. વર્ષ 2024-25માં 3 હજાર 245 મોડેલ ફાર્મ તૈયાર કરવાનું પણ આયોજન છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, કેન્દ્ર સરકારની યોજના મુજબ રાજ્યને એક હજાર કરોડ રૂપિયાનું પ્રોત્સાહક અનુદાન મળશે. તેમણે આ રકમ રાજ્યમાં પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગમાં લેવાની જાહેરાત કરી હતી.