રાજ્યમાં આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા ગઈકાલ સુધીમાં કુલ 92 હજાર 235 જેટલા નાગરિક તરફથી ફોર્મ છ / છ-એ મળ્યા છે. જ્યારે જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા કુલ 13 હજાર 331 જેટલા નાગરિક તરફથી ફૉર્મ-સાત મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે-સાથે કામગીરી કરાશે.
હવે, જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સંબંધિત દાવા કે વાંધા આગામી 18 જાન્યુઆરી 2026 સુધી રજૂ કરી શકશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા રાજ્યભરમાં દોઢ મહિનાથી ચલાવવામાં આવેલી મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. પ્રક્રિયા બાદ મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી.
Site Admin | ડિસેમ્બર 24, 2025 7:43 પી એમ(PM)
રાજ્યમાં આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા અત્યાર સુધીમાં 92 હજાર 235 જેટલા નાગરિક તરફથી ફોર્મ છ / છ-એ મળ્યા