માર્ચ 18, 2025 7:41 પી એમ(PM)

printer

રાજ્યમાં આઈ-ખેડૂત પોર્ટલને મળેલી સફળતા બાદ તેને વધુ કાર્યક્ષમ અને ખેડૂત ઉપયોગી બનાવીને આગામી સમયમાં “આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦” કાર્યરત કરવામાં આવશે.

રાજ્યમાં આઈ-ખેડૂત પોર્ટલને મળેલી સફળતા બાદ તેને વધુ કાર્યક્ષમ અને ખેડૂત ઉપયોગી બનાવીને આગામી સમયમાં “આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦” કાર્યરત કરવામાં આવશે. વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ જાહેરાત કરી હતી. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં કૃષિ મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા બે દાયકામાં રાજ્યના બાગાયતી પાકોનો વિસ્તાર 10 લાખ હેક્ટરથી વધીને 22 લાખ હેક્ટર અને ઉત્પાદન 94 લાખ મેટ્રીક ટનથી વધીને 269 લાખ મેટ્રીક ટન નોંધાયું છે.
તેમણે જણાવ્યું કે, છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યમાં 16 લાખ ખેડૂતો પાસેથી 16 હજાર કરોડ રૂપિયાનાં મૂલ્યનો ૩૦ લાખ મેટ્રિક ટન જથ્થો ટેકાના ભાવે ખરીદવામાં આવ્યો છે.
કૃષિ મંત્રીએ કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ડિજિટલાઈઝેશન, ખેડૂત કલ્યાણ, પાક સંરક્ષણ, કૃષિ યાંત્રિકીકરણ અને ઉજ્જવળ ભવિષ્ય માટેની કૃષિ એમ કુલ પાંચ આયામોની વિસ્તૃત માહિતી આપી હતી.
ચર્ચાને અંતે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી.