રાજ્યમાં ગઈકાલે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે
વડોદરા—મુંબઈ ઍક્સપ્રેસ હાઈ-વૅ પર રક્ષાબંધન માટે સુરત જતાં એક દંપતીનું મોત થયું. જ્યારે તેમના પુત્રને ઈજા પહોંચી છે. મળતી માહિતી મુજબ, વડોદરાના બિલ કૅનાલ રોડ વિસ્તારનો પરિવાર સુરત જતો હતો ત્યારે સરસવણી ગામ નજીક તેમની કાર અને પીકઅપ વૅન વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.
બીજી તરફ, વડોદરા નજીક ઍક્સપ્રેસ હાઈ-વે પરથી એક પરિવાર વૅનમાં અમદાવાદથી સુરત જતો હતો. દરમિયાન બ્રિજ નંબર 29 પાસે એક ટૅમ્પો અને તેમની વૅનની ટક્કર થતાં અકસ્માત સર્જાયો. આ ઘટનામાં ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મંજુસર પોલીસે એક વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Site Admin | ઓગસ્ટ 11, 2025 11:46 એ એમ (AM)
રાજ્યમાં અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત