માર્ચ 29, 2025 6:41 પી એમ(PM)

printer

રાજ્યમાં અનુસૂચિત જાતિ-SC બહુમતી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં 100 ટકા ઘરોમાં નળ કનેક્શન અપાયું છે

રાજ્યમાં અનુસૂચિત જાતિ-SC બહુમતી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં 100 ટકા ઘરોમાં નળ કનેક્શન અપાયું છે.ગ્રામીણ વિસ્તારોમાં 6 હજાર કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા 68 હજારથી વધુ ઘરોને નળથી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થયું છે. ‘નલ સે જલ’ યોજના માટે રાજ્ય સરકારે 412 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 100 ટકા નળથી જળ પુરવઠાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે, ગુજરાત સરકારે પ્રોજેક્ટના કુલ ખર્ચમાં સમાવિષ્ટ 10 ટકા સામુદાયિક ફાળો માફ કરી સંપૂર્ણ ખર્ચ રાજ્યસરકારે ઉઠાવ્યો હતો, જેથી આર્થિક રીતે નબળા પરિવારો પરકોઈ વધારાનો બોજ ન પડે અને તેઓ સ્વચ્છ પાણીની સુવિધાનો લાભ સરળતાથી મેળવી શકે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.