ઓગસ્ટ 5, 2025 7:01 પી એમ(PM)

printer

રાજ્યમાં અત્યાર સુધી 21 હજાર 357 માતાઓએ 19 હજાર 731 બાળકોને દૂધનું દાન કર્યું

રાજ્યમાં અત્યાર સુધી 21 હજાર 357 માતાઓએ 19 હજાર 731 બાળકોને દૂધનું દાન કર્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યાઅનુસાર હ્યુમન મિલ્ક બેંકમાં આ વર્ષે 5 હજાર537 માતાઓએ 5 હજાર 36 લીટર દૂધ ડોનેટ કર્યું છે. આ પહેલ થકી 7 હજાર 829 બાળકોનેનવજીવન મળ્યું છે. ગાંધીનગરની માનવ દૂધ બેંકમાં 646 માતાઓએ 694 બાળકોને દૂધનું દાનકર્યું છે.        ઉલ્લેખનીય છે કે જે માતા બાળકને દૂધ નથી આપી શકતી તેવા બાળકો અનેઆરોગ્યના કારણસર જે બાળકો માતાના દૂધને સીધુ ગ્રહણ કરવા સક્ષમ નથી હોતા તેવાબાળકોને બીજી માતા તરીકે દૂધ આપી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘હ્યુમન મિલ્કબેંક’ એટ્લે કે શરૂ કરવામાં આવી છે. રાજ્યની ૪ મેડિકલ કોલેજ-હોસ્પિટલ સુરત, વડોદરા, વલસાડ અને ગાંધીનગર ખાતે હ્યુમનમિલ્ક બેંક કાર્યરત છે