ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 9, 2025 3:10 પી એમ(PM)

printer

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 108 ટકા સુધી પહોંચ્યો

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 108 ટકા સુધી પહોંચ્યો છે. તેમાં પણ સૌથી વધારે 119 ટકા જેટલો સરેરાશ વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. વરસાદને લઈ રાજ્યના 103 બંધ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે 135 બંધ હાઈ-અલર્ટ અને 20 બંધ અલર્ટ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં પણ જળ સંગ્રહ 91 ટકા સુધી થઈ ગયાના અહેવાલ છે.
દરમિયાન હવામાન ખાતાએ આજે સમગ્ર કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે. તો માછીમારોને 12 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
બીજી તરફ, રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. તેમ છતાં કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે.
તાપીમાં દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમા ઉકાઈ બંધમાં પાણીની આવક યથાવત્ છે. ઉપરવાસમાંથી એક લાખ 10 હજારથી વધુ ક્યૂસેક પાણીની આવક થતાં બંધની સપાટી હાલ 340 ફૂટની નજીક પહોંચી છે. આ ઉપરાંત હાથનૂર બંધમાંથી 26 હજાર 628 અને પ્રકાશા બંધમાંથી 74 હજાર 542 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.