ઓગસ્ટ 25, 2025 2:50 પી એમ(PM)

printer

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 84 ટકાથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 84 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેને પગલે રાજ્યના 94 જળાશય હાઇએલર્ટ પર છે, જ્યારે 27 જળાશયને એલર્ટ પર મુકાયા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદાર સરોવર બંધ 84 ટકાથી વધુ ભરાયો છે. દરમિયાન તાપી જિલ્લાના ઉકાઈ બંધના ત્રણ દરવાજા ખોલીને 40 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. જ્યારે મહેસાણાના ધરોઈ બંધના 8 દરવાજા ખોલી 64 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.
અત્યાર સુધી પડેલા ભારે વરસાદને કારણે રાજ્યમાં 966 લોકોને બચાવાયા છે જ્યારે 5 હજાર 191 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. બચાવ કામગીરી માટે રાજ્યમાં NDRFની 12 અને SDRF ની 20 ટીમ તહેનાત કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે 211 જેટલા માર્ગ બંધ કરવામાં આવ્યા છે.