ઓગસ્ટ 24, 2025 3:10 પી એમ(PM)

printer

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 81 ટકાથી વધુ વરસાદ વરસ્યો

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 81 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. આજે રાજ્યના 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના દાંતામાં આજે અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે મોરબી જિલ્લાના માળીયામાં સવારે
બે કલાકમાં સવા બે ઇંચ અને હળવદમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં દોઢ ઇંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.