ઓગસ્ટ 3, 2025 3:13 પી એમ(PM)

printer

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 63 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 63 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67 ટકા વરસાદ વરસ્યો છે. બીજી તરફ રાજ્યના 52 જળાશય હાઇએલર્ટ પર છે. રાજ્યમાં આજે 51 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી 4 હજાર 403 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. જ્યારે 690 લોકોને બચાવી લેવાયા છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આજે 8 જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 6 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.