રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 55 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યાઅનુસાર રાજ્યમાં 28 જળાશય સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત 48 જળાશયને હાઈ એલર્ટ, 19 ને એલર્ટ તથા 23 જળાશયને વોર્નીંગ આપવામાં આવી છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં હાલ 59.42 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
રાજ્યમાં કુલ ૨૦૬ ડેમો પૈકી ૬૨ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા, ૪૧ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા તથા ૩૮ ડેમ ૨૫ ટકાથી ૫૦ ટકા જેટલા ભરાયા છે. આજે દક્ષિણ ગુજરાતનાં વલસાડ, ડાંગ, નવસારી, સુરત સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આજે રાજ્યના 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ધરમપુર, ઉમરગામ અને વાપીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.
Site Admin | જુલાઇ 25, 2025 3:29 પી એમ(PM)
રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 55 ટકાથી વધુ વરસાદ નોંધાયો.
