ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 11, 2025 3:05 પી એમ(PM)

printer

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 68 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જળાશયોની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો રાજ્યના 52 જળાશય હાઇએલર્ટ પર છે એટલે કે 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં 75 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે. હાલની સ્થિતિમાં રાજ્યના તમામ ગામોમાં વીજ પુરવઠો તેમજ એસ.ટી બસના તમામ રૂટ પર બસો કાર્યરત છે. દરમિયાન વાવેતરની વાત કરવામાં આવે તો રાજ્યમાં 52 ટકાથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થયું છે. જેમાં સૌથી વધુ 20 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયું છે.
આજે સુરત, વલસાડ તાપી ડાંગ સહિત દક્ષિણ ગુજરાત અને રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દરમિયાન માછીમારોને 11 થી 14 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા હવામાન વિભાગ દ્વારા સૂચના અપાઈ છે.