જુલાઇ 23, 2025 2:59 પી એમ(PM)

printer

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 57 ટકા જેટલો વરસાદ નોંધાયો.

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 57 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 64 ટકા વરસાદ કચ્છ વિસ્તાર અને સૌથી ઓછો 51 ટકા જેટલો પૂર્વ-મધ્ય ગુજરાતમાં નોંધાયો છે.
દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ધીમે-ધીમે વધી રહ્યું છે. ત્યારે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં વરસાદ થયાનાં અહેવાલ છે.
પંચમહાલ જિલ્લાના સાત તાલુકામાં અત્યાર સુધી કુલ 490.29 મિલીમીટર વરસાદ થયો છે. તો છોટાઉદેપુરમાં આઠ દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ થયો. તેને લઈ ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ.
તાપીમાં પણ વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. વ્યારા, ડોલવણ, વાલોડ સહિતના પંથકમાં ત્રણથી ચાર દિવસના વિરામ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.
બીજી તરફ, હવામાન વિભાગે આગામી 28 જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આ શુક્રવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ થઈ શકે છે. તો માછીમારોને 26 જુલાઈ સુધી દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.