જુલાઇ 17, 2025 10:32 એ એમ (AM)

printer

રાજ્યમાં અત્યાર સુધીમાં બે લાખ 82 હજારથી વધુ સર્વે નંબરો જૂની શરતમાં જાહેર કરાયા

રાજયમાં જુની શરત જાહેર કરવાપાત્ર સર્વે નંબરોને જૂની શરતમાં ફેરવવાની કામગીરી ની ઝુંબેશના ભાગરુપે અત્યાર સુધી ૨.૮૨ લાખથી વધુ સર્વે નંબરો જુની શરતમાં જાહેર કરવામાં આવ્યા છે. રાજયના જિલ્લાઓ ખાતેના અનધિકૃત ધાર્મિક બાંધકામો દૂર કરવા માટે ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમીક્ષઆ કવરામા આવી હતી. આ બેઠકમાં દૂર કરવામાં આવેલા અને રી-લોકેટ કરવામાં આવેલ ધાર્મિક બાંધકામોની કામગીરીની સમીક્ષા કરીને બાકીના અનધિકૃત ધાર્મિક બાંધકામોને અન્ય સ્થળે તબદિલ કરવાની કામગીરી ઝડપથી પૂરી કરવા ગૃહ સચિવે કલેકટરોને સુચના આપી હતી.આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જ્યંતિ રવિએ જણાવ્યું હતું કે ઇ-ગવર્નંસના માધ્યમથી જિલ્લાકક્ષાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે, પ્રજાલક્ષી નિર્ણયોની સરળતાથી અમલવારી થઇ શકે તે માટે સરકાર કટિબધ્ધ છે અને સમયાંતરે સમીક્ષા બેઠક યોજી રહી છે.