જુલાઇ 16, 2025 7:14 પી એમ(PM)

printer

રાજ્યમાં અકસ્માત પ્રભાવિત 82 સ્થળો પર ગયા વર્ષે એક પણ અકસ્માત થયો નથી

ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળના પ્રયાસોથી રાજ્યમાં અકસ્માત પ્રભાવિત 82 બ્લેકસ્પોટ પર ગયા વર્ષે એક પણ અકસ્માત થયો નથી. ગાંધીનગર ખાતે ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળની બેઠકમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ મુજબ જણાવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળે વિઝન-2030 હેઠળ ગુજરાતનો આગામી પાંચ વર્ષનો રોડ સેફ્ટી એક્શન પ્લાન રજૂ કર્યો હતો.