જુલાઇ 31, 2025 9:24 એ એમ (AM)

printer

રાજ્યમાં અકસ્માતો ઘટાડવા વૈજ્ઞાનિક ગતિ વ્યવસ્થાપન નીતિ વિકસાવાશે

રાજ્યમાં વૈજ્ઞાનિક ગતિ વ્યવસ્થાપન નીતિ વિકસાવાશે. IIT ખડગપુર, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર-CEE અને રોડ સેફ્ટી નેટવર્કના ટેકનિકલ કુશળતા પર આધારિત આ નીતિ વિકસાવવામાં આવશે.
CEE અમદાવાદ દ્વારા આયોજિત ગતિ વ્યવસ્થાપન માર્ગદર્શિકા પર ઉચ્ચસ્તરીય ગતિ બેઠક દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સરકાર, અમલીકરણ, શિક્ષણ અને નાગરિક સમાજના મુખ્ય હિસ્સેદારોને હાજર રહ્યા હતા. સભાને સંબોધતા, ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળના કમિશનર સતીશ પટેલે ભાર મૂક્યો હતો કે રાજ્યમાં 65 ટકાથી વધુ માર્ગ અકસ્માત મૃત્યુમાં ગતિ મહત્વનો ભાગ ભજવે છે.