રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતના બનાવોમાં છ લોકોના મોત થયા છે.અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. કાર ચાલક ભાવનગર જઈ રહ્યા હતા અને હાઇવે બંધ હોવાથી બાજુમાં સિમેન્ટના બ્લોકની આડસ મુકેલ હતી જેની સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો.અન્ય એક બનાવમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નર્મદા ઘાટ ખાતે ભેખડ ધસી જતા ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા છે. નર્મદા ઘાટ નજીક ઘાટના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. જેમાં ભેખડની બાજુમાં પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી ચાલતી હતી. તે દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા આ ઘટના બની હતી.
Site Admin | ઓક્ટોબર 27, 2025 9:49 એ એમ (AM)
રાજ્યમાં અકસ્માતના બે બનાવોમાં છ લોકોના મોત