રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025 માટેના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ જાહેર કરાયા છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ અંતર્ગત રાજ્યમાંથી કુલ ૩૦ શિક્ષકોની પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે. તેમાં સૌરાષ્ટ્રમાંથી 9 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જ્યારે
દક્ષિણ ઝોનમાંથી 5, ઉત્તર અને મધ્ય ઝોનમાંથી 8-8 શિક્ષકને ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ જાહેર કરાયા છે.
ઉલ્લેખનીય છે રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ આપીને તેમનું સન્માન કરવામાં આવે છે.
Site Admin | ઓગસ્ટ 14, 2025 6:48 પી એમ(PM)
રાજ્યમાંથી ૩૦ શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ જાહેર
