સુરેન્દ્રનગર જિલ્લાના મોરસલ ગામે નાયબ કલેકટરે ભોગાવો નદીમાંથી 7 કરોડ રૂપિયાથી વધુનુ ગેરકાયદે રેતી ખનન ઝડપ્યુ છે.મોરસલ ગામે ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે દરોડા પાડતા રેતી ખનન સાથે ગેરકાયદે વિજ જોડાણ પણ ઝડપી પાડ્યું છે. 16 ટ્રેક્ટર,5 ડમ્પર, એક જેસીબી સહિત બે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.જ્યારે રાજ્યમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ રૂા.૧.૪ કરોડનો માલ જપ્ત કરાયો.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા, જામનગર ખાતેથી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ જપ્ત કરાયો છે. ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે વધુ તપાસ થતા ભેળસેળિયા તત્વો દ્વારા મોટા ભાગે ઘીમાં ખાસ પ્રકારનું રિફાઇન્ડ પામ તેલ(RPO)ને મુખ્ય ઘટક તરીકે વાપરતાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેનું ટેક્સ્ચર તદ્દન ઘીને મળતું આવતું આવે છે .તપાસ કરતા તેનો છેડો ગાંધીધામ, કચ્છ ખાતેથી મળ્યો હતો. જેમાં શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવ્યૂ છે.
Site Admin | સપ્ટેમ્બર 13, 2025 10:16 એ એમ (AM)
રાજ્યમાંથી સુરેન્દ્રનગરમાંથી ગેરકાયદેસર રેતી ખનન અને જામનગરમાંથી નકલી ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો
