રાજ્યમંત્રી ડૉક્ટર જયરામ ગામિતની અધ્યક્ષતામાં આજે ડાંગમાં 10-મી રાજ્ય સ્તરની ઍથ્લેટિક્સ સ્પર્ધા 2025 કાર્યક્રમ યોજાયો. ગુજરાત માસ્ટર ખેલકુદ મંડળ દ્વારા સાપુતારાના રમતગમત સંકુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી ગામિતે કહ્યું, ખેલ મહાકુંભના માધ્યમથી આજે રાજ્યના 11 ખેલાડીએ આંતર-રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેમણે આપણા શરીરના સ્વાસ્થ્યની જાળવણી માટે જીવનમાં રમતોનું ઘણું મહત્વ રહ્યું હોવાનું પણ જણાવ્યું.
કાર્યક્રમમાં રાજ્યમાં યોજાયેલી વિવિધ રમતમાં વિજેતા થયેલા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા.
Site Admin | નવેમ્બર 2, 2025 2:34 પી એમ(PM)
રાજ્યમંત્રી ડૉક્ટર જયરામ ગામિતની અધ્યક્ષતામાં આજે ડાંગમાં 10-મી રાજ્ય સ્તરની ઍથ્લેટિક્સ સ્પર્ધા 2025 કાર્યક્રમ યોજાયો.