ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આહ્વાન પર ગઇકાલે રાજયભરમાં સૈન્યના શૌર્યને બિરદાવવા અને સૈનિકોનાં પરાક્રમના સન્માનમાં રાત્રે ૧૧ વાગ્યે એક સાથે ‘ઓપરેશન સિંદૂર’ પર ગરબા ઘૂમીને ગુજરાતે ઇતિહાસ સર્જ્યો.શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની ગૃહ રાજ્ય મંત્રીએ તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને અપીલ કરી હતી.જેને રાજ્યના લોકોએ વધાવી લઈ એક સાથે ‘ઓપરેશન સિંદૂર’ પર ગરબે ઘૂમીને સૈનિકોનાં જુસ્સાને બિરદાવ્યો હતો. તેમણે એક નોરતું દેશના નૌજવાનોને નામ કરી સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરવા આહ્વાન કર્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 28, 2025 9:50 એ એમ (AM)
રાજ્યભર ગરબા આયોજકો દ્વારા અગિયાર વાગ્યા બાદ સિંદૂર ગરબા યોજીને ભારતીય સૈન્યના સાહસને બિરદાવ્યું