રાજ્યભરમા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં લિંબડી તાલુકાના રળોલ ગામમાં વિકાસ રથને ગ્રામજનોએ આવકાર્યો હતો. ભલગામડા, ઘાઘ-રેટિયા, ગેડી, ટોકરાળા થઈ
આ વિકાસરથ રળોલ ગામ પહોંચ્યો હતો.
સાથે જ ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પાંચ—પાંચ લાખ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. ઉપરાંત સાત જેટલા લાભાર્થીને આરોગ્ય અને સંકલિત બાળવિકાસ યોજના – ICDSના લાભોનું વિતરણ કરાયું.
Site Admin | ઓક્ટોબર 8, 2025 3:27 પી એમ(PM)
રાજ્યભરમા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમ રહ્યા છે યોજાઈ.
