નવેમ્બર 26, 2025 8:02 પી એમ(PM)

printer

રાજ્યભરમાં S.I.R.ની કામગીરી પૂરજોશમાં – આગામી 29 અને 30 તારીખે તાલુકા સ્તરની શિબિર યોજાશે

રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે હવે આગામી 29 અને 30 તારીખે રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિસ્તારમાં તાલુકા સ્તરની શિબિર યોજાશે.રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લાની સૂચના મુજબ યોજાનારી આ શિબિરમાં મામલદાર, પ્રાન્ત કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહીને મતદારોને મદદ કરશે. શ્રી શુક્લાએ આ શિબિરનો મહત્તમ લાભ મેળવી ગણતરીપત્રક ભરીને સુપરત કરવા લોકોને અપીલ કરી છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યના મતદારો પોતાના વિધાનસભા મતવિસ્તારની કચેરીએ ગણતરી પત્રક જમા કરાવી શકશે. વર્ષ 2002ની મતદાર યાદીમાં તેમના નામ શોધવા પણ તેમને મદદ મળશે.