ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 12, 2025 3:43 પી એમ(PM) | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

printer

રાજ્યભરમાં 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે

રાજ્યભરમાં 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.કચ્છમાં રાપર અને ભચાઉ નગરપાલિકાની ચૂંટણી માટે જિલ્લા કલેકટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.રાપર નગરપાલિકામાં 26 મતદાન મથકો પર 200 કર્મચારીઓ ફરજ બજાવશે, જ્યાં 23 હજારથી વધુ મતદારો મતદાન કરશે. પાંચ સંવેદનશીલ બુથ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને કાયદો-વ્યવસ્થા જાળવવા 150 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે.કુલ 14 શાળા-હાઇસ્કૂલના મકાનોમાં મતદાન મથકો ઊભા કરવામાં આવશે. ભચાઉ નગરપાલિકામાં 18 મતદાન મથક પર 90 કર્મચારીઓ ફરજ બજાવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.