માર્ચ 14, 2025 7:26 પી એમ(PM)

printer

રાજ્યભરમાં 108 ઈમરજન્સી સેવાને આજે સાંજે છ વાગ્યા સુધીમાં ત્રણ હજાર 485 ઈમરજન્સી કેસ મળ્યાં છે

રાજ્યભરમાં 108 ઈમરજન્સી સેવાને આજે સાંજે છ વાગ્યા સુધીમાં ત્રણ હજાર 485 ઈમરજન્સી કેસ મળ્યાં છે. સત્તાવાર યાદી મુજબ માર્ગ અકસ્માતનાં 715, મારામારીનાં 360 અને
નીચે પડી જવાનાં 209 કેસ મળ્યાં હતાં. સૌથી વધુ માર્ગ અકસ્માતનાં 95 કેસ અમદાવાદ અને 93 કેસ સુરતમાં નોંધાયા છે. જ્યારે વડોદરામાં 51 અને રાજકોટમાં 34 કેસ સામે આવ્યાં છે. આ સિવાયનાં જિલ્લાઓમાં માર્ગ અકસ્માતનાં કેસમાં 30 કે તેથી ઓછા નોંધાયાનાં અહેવાલ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.