ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 6, 2025 4:49 પી એમ(PM)

printer

રાજ્યભરમાં 10 દિવસના ગણેશ ચતુર્થીનો ઉત્સવ આજે ભગવાન ગણેશજીની મૂર્તિઓના વિસર્જન સાથે સંપન્ન થયો

રાજ્યભરમાં 10 દિવસના ગણેશ ચતુર્થીનો ઉત્સવ આજે ભગવાન ગણેશજીની મૂર્તિઓના વિસર્જન સાથે સંપન્ન થયો. તમામ જિલ્લામાં ભક્તો ભક્તિભાવપૂર્વક દૂંદાળા દેવને વિદાય આપી રહ્યા છે. તાપી જિલ્લામાં ભક્તો દ્વારા તૈયાર કરાયેલી 700થી વધુ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
નવસારીમાં ગણેશ વિસર્જનને લઈ વિવિધ સાર્વજનિક મંડળો દ્વારા શોભાયાત્રા યોજાઈ રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન થાય તે માટે જિલ્લા પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે.
સુરતમાં પણ વહેલી સવારથી જ ગણેશ વિસર્જન માટે શાંતિપૂર્ણ માહોલમાં યાત્રાઓ યોજાઈ.
ભાવનગરમાં શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના પરિસરમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ “ઑપરેશન સિન્દૂર” વિષયવસ્તુ પર વિશેષ ગણેશોત્સવ ઉજવ્યો. આજે બપોરે પૂજાવિધિ સાથે ગણેશ વિસર્જનની વિધિ કરવામાં આવી.