ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 22, 2025 4:22 પી એમ(PM)

printer

રાજ્યભરમાં હાલ મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ ચાલી રહી છે.

રાજ્યભરમાં હાલ મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ ચાલી રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પાંચ બૂથ સ્તરના અધિકારી – BLO-એ પોતાના વિસ્તારની 100 ટકા કામગીરી પૂર્ણ કરતાં કલેક્ટરે તેમને પ્રમાણપત્ર આપી કામગીરીને બિરદાવી હતી.
મહેસાણામાં છ લાખ 30 હજારથી વધુ BLO-એ અત્યાર સુધીમાં S.I.R.ની 35 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. જિલ્લામાં મૃત્યુ, સ્થળાંતર અને બે બાજુ નામ ધરાવતા 19 હજાર 465 જેટલા મતદારની ઓળખ થઈ છે.
તો, ગીરસોમનાથમાં કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એન. વી. ઉપાધ્યાયે તાલાળા વિધાનસભા મતવિસ્તારના મતદાન મથકોની મુલાકાત લીધી. તેમણે BLO-ની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને મતદારોને S.I.R. અંગે માહિતી આપી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.