રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા 5 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવે છે. જેમાં હજુ આજે વરસાદ યથાવત રહેશે. આગામી બે દિવસ રાજ્યમાં છુટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 નવેમ્બરથી વરસાદની શક્યતા નહિવત જોવા મળશે. રાજ્યભરમાં ગત મોડી રાત સુધી 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ધંધુકા અને પોરબંદરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે લોધીકા અને સંખેડામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. કલોલ, ગાંધીનગર, જસદણ, જામનગર, ભેંસાણ, માળિયા હાટિના, અમરેલી, મહુવા, ઘોઘંબા, ધરમપુર, ખંભાળિયા, તાલાલા અને વિરપુરમાં અડધા ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે.
Site Admin | નવેમ્બર 2, 2025 9:54 એ એમ (AM)
રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા 5 નવેમ્બર સુધી વરસાદની આગાહી