રાજ્યભરમાં “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન હેઠળ ગત છ દિવસમાં કુલ 51 હજાર 764 જેટલી આરોગ્ય ચકાસણી શિબિર યોજાઈ. દરમિયાન 28 લાખથી વધુ નાગરિકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધી આઠ લાખ 95 હજાર 613 જેટલા પ્રયોગશાળા પરિક્ષણ અને 37 હજાર 141 જેટલા એક્સ-રૅ રિપોર્ટ કરાયા. જ્યારે ચકાસણી બાદ 15 હજાર 118 જેટલા નાગરિકોની તપાસ બાદ તેમને સારવાર માટે રિફર કરાયા છે.
અભિયાન હેઠળ છ દિવસમાં 11 લાખ આઠ હજાર જેટલા લોકોનું હાયપરટૅન્શન, 11 લાખ 13 હજાર જેટલા લોકોનું મધુમેહ અને સાત લાખ 31 હજાર લોકોના કર્કરોગની તપાસ કરવામાં આવી. સાથે જ બે લાખ 89 હજાર લોકોની ક્ષયની ચકાસણી કરવામાં આવી. સાથે જ અભિયાન હેઠળ 64 હજારથી વધુ આયુષ્માન કાર્ડ પણ વિતરણ કરાયા.
Site Admin | સપ્ટેમ્બર 23, 2025 7:10 પી એમ(PM)
રાજ્યભરમાં “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન હેઠળ ગત છ દિવસમાં કુલ 51 હજાર 764 જેટલી આરોગ્ય ચકાસણી શિબિર યોજાઈ