ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 19, 2024 11:46 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | Gujarat | newsupdate

printer

રાજ્યભરમાં “સ્વચ્છતા હી સેવા ” અભિયાન હેઠળ વિવિધ પ્રવૃતિઓ યોજાઈ રહી છે.

રાજ્યભરમાં “સ્વચ્છતા હી સેવા ” અભિયાન હેઠળ વિવિધ પ્રવૃતિઓ યોજાઈ રહી છે. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે, ટપાલ વિભાગ દ્વારા મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે સ્વચ્છતા શપથ અને “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો.ઉપરાંત સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિના ઉદેશ્યથી ગઈકાલે પ્રભાતફેરીનું આયોજન કરાયું હતું. તેવી જ રીતે રાજકોટના વિંછીયા તાલુકાના મોઢુકા ગામે મુખ્ય બજાર અને જાહેર સ્થળોએથી કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.