ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 13, 2025 2:16 પી એમ(PM)

printer

રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી…

રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લોકોને સરકારી યોજનાઓની માહિતી આપવા વિકાસરથ દોડાવવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથમાં કોડીનાર તાલુકાના આલિદર ગામે વિકાસ સપ્તાહની ઉજવણી હેઠળ એક કરોડ 20 લાખ રૂપિયાના 64 કામનું લોકાર્પણ અને 11 લાખ 15 હજાર રૂપિયાના નવ કામનું ખાતમૂહૂર્ત કરાયું. દરમિયાન લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના લાભનું વિતરણ કરાયું.
ભાવનગરમાં મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે રૂપાણ સર્કલ ખાતે વિકાસ સપ્તાહ દોડ યોજાઈ. મેયર સહિતના મહાનુભાવોએ આ દોડના માધ્યમથી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વઢવાણ તાલુકાના મુખ્ય ગામમાં વિકાસરથ પરિભ્રમણ કરશે. ખોલડીયાદ, કોઠારિયા, અધેલી, નગરા અને ખોડુ ખાતે આ રથ દ્વારા ગ્રામજનોને માહિતગાર કરાશે.
થાનગઢના અમરાપર અને અને મૂળી તાલુકાના સરા ગામમાં લોકોએ વિકાસરથનું સ્વાગત કર્યું હતું. આ સાથે જ મૂળી ગામમાં યોજાયેલી ગ્રામસભામાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આરોગ્ય અને ખેતીવાડીને લગતી યોજનાઓના 10 જેટલા લાભાર્થીઓને વિવિધ લાભનું વિતરણ કરાયું.