રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે 13 ઑક્ટોબર-ને શહેરી વિકાસ દિવસ તરીકે મનાવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં વર્ષ 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી આયોજનબદ્ધ શહેરી વિકાસનો પાયો નાખ્યો હતો એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.વિશ્વ કક્ષાના શહેરી વિકાસને વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. શહેરી વિસ્તારમાં રહેતા આર્થિક રીતે નબળા અને અતિ-મધ્યમ વર્ગના પરિવારને પોતાના સ્વપ્નનું ઘર આપવા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી જેવી યોજના અમલમાં છે. રાજ્યમાં આ યોજના હેઠળ નવ લાખથી વધુ આવાસનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. એટલું જ નહીં, આ યોજનાના અમલીકરણ માટે ગુજરાતને અત્યાર સુધીમાં કુલ 14 પુરસ્કાર મળ્યા છે.
Site Admin | ઓક્ટોબર 13, 2025 9:11 એ એમ (AM)
રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે શહેરી વિકાસ દિવસની ઉજવણી
