ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 11, 2024 3:00 પી એમ(PM) | balvantsingh rajput | banaskantha | vikas saptah

printer

રાજ્યભરમાં વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન

રાજ્યભરમાં 15મી ઓક્ટોબર સુધી ઉજવાઇ રહેલા વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેમાં બનાસકાંઠાના થરાદમાં પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને અંદાજે 41 કરોડ રૂપિયાના 136 વિકાસકામો કામોનું ઇ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી સંભોધન કર્યું હતું. આ પ્રસંગે સહુ એ ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લીધી હતી. મંત્રીશ્રીના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ભાવનગર જિલ્લાની વિવિધ શાળા કોલેજોમાં નિબંધ લેખન, વકતૃત્વ સ્પર્ધા, નાટ્ય સ્પર્ધા અને ક્વિઝ સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. “વિકાસ સપ્તાહ” ઉજવણીના ભાગરૂપે પાટણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ વનવિભાગના કર્મચારીઓ દ્વારા જિલ્લા સેવા સદન ખાતે સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાઈ હતી.