રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન દોડાવવામાં આવેલા વિકાસરથના માધ્યમથી કુલ 959 કરોડ રૂપિયાથી વધુના નવ હજાર 254 વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા. રથના માધ્યમથી વિવિધ યોજનાના 24 હજારથી વધુ લાભાર્થીને 79 કરોડ રૂપિયાથી વધુની સહાયનું વિતરણ કરાયું. જ્યારે વિકાસ સપ્તાહ હેઠળ બે લાખ 43 હજારથી વધુ નાગરિકોએ ભારત વિકાસ શપથગ્રહણ કર્યા.
ઉલ્લેખનીય છે કે, સરકારના વડા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં સાતથી 15 ઑક્ટોબર વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. તે અંતર્ગત પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા દરેક જિલ્લા દીઠ વિકાસ રથનું પ્રસ્થાન કરાવાયું હતું
Site Admin | ઓક્ટોબર 16, 2025 7:16 પી એમ(PM)
રાજ્યભરમાં વિકાસ રથના માધ્યમથી 959 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા