રાજ્યભરમાં વિકાસરથના માધ્યમથી ગત પાંચ દિવસમાં 483 કરોડ રૂપિયાથી વધુના નવ હજાર 254 કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ફરી રહેલા વિકાસરથના માધ્યમથી વિવિધ યોજનાના 23 હજાર 600થી વધુ લાભાર્થીને 44 કરોડ 67 લાખ રૂપિયાથી વધુની સહાયનું વિતરણ કરાયું. સાથે જ વિકાસ રથમાં એક લાખ 70 હજારથી વધુ લોકોએ જોડાઈ વિકાસ સપ્તાહ હેઠળ ભારત વિકાસ શપથ લીધા.
રાજ્ય સરકારના 34 વિકાસ રથ સાથે રાજ્ય મંત્રીમંડળના સભ્ય, સાંસદ અને ધારાસભ્યો ઉપરાંત સાત હજાર 200થી વધુ સ્થાનિક પદાધિકારી અને અધિકારીઓ તથા એક લાખ 72 હજારથી વધુ નાગરિક જોડાયા હતા.
Site Admin | ઓક્ટોબર 12, 2025 7:05 પી એમ(PM)
રાજ્યભરમાં વિકાસરથના માધ્યમથી પાંચ દિવસમાં 483 કરોડ રૂપિયાથી વધુના નવ હજાર 254 વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થયા