વરસાદી માહોલ વચ્ચે રાજ્યભરમાં રહેતા ઉત્તર ભારતીયોએ અસ્ત થતાં સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી છઠપૂજાની ઉજવણી કરી. સુરત અને અમદાવાદમાં શ્રદ્ધા અને ભક્તિના પાવન પર્વ છઠપૂજાની ઉત્સાહભેર ઉજવણી માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. અમદાવાદના ઇન્દિરા બ્રિજ ખાતે છઠી મૈયાની પૂજા માટે છઠપૂજા ઘાટ બનાવાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પૂજામાં દિપ પ્રાગટ્ય કર્યું. ત્યારબાદ શ્રી પટેલે કાર્યક્રમ સ્થળે ખાણીપીણીની હાટડીની મુલાકાત લીધી. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું, છઠ પૂજા એક જ એવો પર્વ છે, જેમાં આથમતા સૂર્યદેવની પણ પૂજા કરાય છે.
ભરૂચના અંકલેશ્વરમાં ગડખોલ, સારંગપુર, કાપોદ્રા અને ભડકોદ્રા જેવા વિસ્તારમાં છઠપૂજાની ઉજવણી કરવામાં આવી. ઉતર ભારતીય મહિલાઓએ જળમાં ઊભા રહી આથમતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી પરિવારના સુખ અને સમૃદ્ધિની કામના કરી હતી.
Site Admin | ઓક્ટોબર 27, 2025 7:15 પી એમ(PM)
રાજ્યભરમાં રહેતા ઉત્તર ભારતીયોએ અસ્ત થતાં સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી છઠપૂજાની ઉજવણી કરી