ડિસેમ્બર 14, 2025 9:16 એ એમ (AM)

printer

રાજ્યભરમાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં પાંચ લાખથી વધુ કેસોનો નિકાલ કરાયો

રાષ્ટ્રીય લોક અદાલતમાં ગઇકાલે રાજ્યમાં વિવિધપ્રકારનાકુલ 6 લાખ 2 હજાર 678 કેસ મૂકવામાં આવ્યા હતા. જેમાં 1 હજાર 379 કરોડના પાંચ લાખ કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો છે. જામનગરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન ડિસ્ટ્રીકટ કોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ એન.આર.જોષી ના માર્ગદર્શન હેઠળ લોક અદાલત યોજાય હતી. લોક અદાલતમાં કુલ 13 બેંક 4 સરકારી કચેરીઓ Bsnl, ગુજરાત ગેસ, PGVCL ના 9500 કેસ લોક મુકવામાં આવ્યા હતા, જે પેક રાષ્ટ્રીય કુલ 7,274 કેશોનો નિકાલ કરવામાં આવ્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રાષ્ટ્રીય લોક અદાલતનું જિલ્લા અને સત્ર ન્યાયાધીશ શ્રી રાજેશ તિવારીએ શુભારંભ કરાવ્યો હતો. આ લોકઅદાલતમાં એક હજાર 597 થી વધારે કેસ મૂકવામાં આવ્યા હતા. જેમાં પંચાયતના ટેક્સ, બેન્કિંગ, સિવિલ, ઘરેલુ હિંસા સહિત અનેક કેસોનું સમાધાન થયું હતું. સાબરકાંઠા જિલ્લાની તમામ અદાલતોમાં આ વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું. સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ – ૧૨ હજાર ૫૪૩ કેસોનો સમાધાન કરાયું. મહેસાણા જિલ્લા અદાલત તથા તાલુકા કક્ષાએ તમામ તાલુકા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ ગઈ. જેમાં કુલ – ૧૭ હજાર ૭૯૩ કેસોનો નિકાલ કરાયો હતો.