ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 14, 2025 9:31 એ એમ (AM)

printer

રાજ્યભરમાં યોજાયેલી ત્રિરંગા યાત્રામાં લોકો દેશભક્તિના રંગમાં રંગાયા

રાજ્યભરમાં “હરઘર તિરંગા” અભિયાન હેઠળ ત્રિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે અમદાવાદમાં તિરંગા પદયાત્રા યોજાઈ. “હરઘર તિરંગા, હરઘર સ્વચ્છતા”ની વિષયવસ્તુ સાથે યોજાયેલી યાત્રામાં શ્રી પટેલે લોકોને સ્વદેશી અપનાવીને આર્થિક આઝાદી થકી ત્રિરંગાનું સન્માન વધારવા અપીલ કરી.પંચમહાલના ગોધરામાં યોજાયેલી ત્રિરંગા યાત્રામાં પોલીસ, રમતવીરો, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા. યાત્રા પહેલા રાજ્યસભા સાંસદ ડૉ.જસવંતસિંહ પરમારે સૌને શુભકામના પાઠવતા સ્વચ્છતા રાખવા અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા અપીલ કરી. ભાવનગરમાં ગારીયાધાર અને મહુવાની ત્રિરંગા યાત્રામાં દેશભક્તિ ગીતો અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃતિઓ યોજાઈ. દીવમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા સ્તરની પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ. કચ્છના માંડવીમાં 40થી વધુ હોડી સાથે માછીમારોએ દરિયાઈ વિસ્તારમાં ત્રિરંગા યાત્રા યોજી.કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ પોતાના દિલ્હી ખાતેના નિવાસસ્થાને ત્રિરંગો લહેરાવી આ અભિયાનમાં જોડાયાં. તો હર ઘર તિરંગા” અભિયાન હેઠળ પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ દ્વારા કિડ્સ હટ અને બાળ મંદિરના બાળકો વચ્ચે ડ્રોઇંગ સ્પર્ધા યોજાઈ.