રક્ષાબંધનના તહેવાર નિમિત્તે યોજાતા રાખીમેળા ઉદ્યમી મહિલાઓ માટે રોજગારીનું માધ્યમ બની રહ્યો છે.મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ ગઇકાલે ગાંધીનગર ખાતે ‘રાખીમેળા’નું ઉદ્ઘાટન કર્યું. 8 ઓગસ્ટ સુધી મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ રાખીમેળામાં રાખડી સહિતની વિવિધ ચીજ-વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ માટે 100 જેટલા સ્ટોલ ઉભા કરાયા છે. ગાંધીનગર જિલ્લાના તેમજ આજુબાજુના વિસ્તારના અંદાજે એક લાખ કરતા પણ વધુ નાગરીકો આ રાખીમેળામાં સહભાગી થવાની શક્યતા છે.બાળકો ઘરની વસ્તુઓનો ઉપયોગ કરી ‘ઇકો ફ્રેન્ડલી રાખડી’ તૈયાર કરી શકે તે માટે ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા ખાતે ‘ઇકો રાખી મેકિંગ એક્ટિવિટી’ યોજવામાં આવી હતી.રાજ્ય સરકારના આર્થિક સહયોગ તથા માર્કેટિંગ પ્લેટફોર્મ થકી ગામડામાં રહેતી મહિલાઓ હવે વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી રહી છે. ભુજમાં આયોજિત હાથશાળ અને રાખી મેળામાં પોતાની કલાનું પ્રદર્શન કરી રહેલા માધાપરના છાયાબેને પોતાનો પ્રતિભાવ આપતા આ મુજબ જણાવ્યું
Site Admin | ઓગસ્ટ 5, 2025 10:20 એ એમ (AM)
રાજ્યભરમાં યોજાઇ રહેલા રાખી મેળા ઉદ્યમી મહિલાઓ માટે રોજગારીનું સાધન બની રહ્યાં છે