રાજ્યમા ગઇકાલે સવારે છ વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા દરમિયાન 113 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળ તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. મોડીરાતથી સવાર સુધીમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે.ભાવનગર જિલ્લાના સિહોરમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. ઉમરાળામાં વરસાદી ઝાપટું પડ્યું હતું. બીજી તરફ ગોહિલવાડ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે.રાજકોટ જિલ્લાના લાલપરી જળાશયમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમ ૯૦% ભરાઈ ગયો છે. જેને પગલે રાજકોટ તાલુકાના નવાગામ અને બેડી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.હવામાન વિભાગે રાજયમાં આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક રીતે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
Site Admin | જુલાઇ 21, 2025 11:47 એ એમ (AM)
રાજ્યભરમાં મોડીરાતથી વહેલી સવાર સુધીમાં વરસાદી ઝાપટાં – આગામી સાત દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
