રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – SIR ઝૂંબેશ હેઠળ ગણતરીનો તબક્કો આગામી 11 ડિસેમ્બર સુધી ચાલશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લાની આગેવાનીમાં મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીની સમગ્ર ટીમ તમામ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કર્મચારીઓ સાથે સંકલનમાં રહી સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત્ છે.
હાલમાં રાજ્યમાં ગણતરીપત્રકોના ડિજિટાઈઝૅશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે દાહોદના લીમખેડા અને બનાસકાંઠાના ધાનેરા વિધાનસભા મતવિસ્તારમાં 100 ટકા ડિજિટાઈઝૅશન પૂર્ણ થયું છે. જ્યારે ડાંગમાં 93 પૂર્ણાંક 14 ટકા ગણતરીપત્રકનું ડિજિટાઈઝૅશન થયું છે.
Site Admin | ડિસેમ્બર 2, 2025 2:51 પી એમ(PM)
રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – SIR ઝૂંબેશ હેઠળ ગણતરીનો તબક્કો આગામી 11 ડિસેમ્બર સુધી ચાલશે