ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 1, 2024 7:44 પી એમ(PM) | માર્ગ મરામત

printer

રાજ્યભરમાં ભારે વરસાદ બાદ માર્ગ મરામત, આરોગ્ય ચકસણી, વીજ પુરવઠો પૂર્વવત્ કરવા સહિતની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી

રાજ્યભરમાં ભારે વરસાદ બાદ માર્ગ મરામત, આરોગ્ય ચકસણી, વીજ પુરવઠો પૂર્વવત્ કરવા સહિતની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે..
અમદાવાદ જીલ્લામાં વિરમગામ, ધોળકા અને ધંધુકા તાલુકાના કુલ 42 જેટલા રસ્તાઓને અસર થઈ હતી.. 42 રસ્તાઓ પૈકી હાલ 30 માર્ગો પર વાહનવ્યવહાર પૂર્વવત્ થઈ ગયો છે. આ ઉપરાંત જ્યાં પાણી ભરાયા હતા એ પાણી ઓસરતા ક્રમશઃ રિપેરિંગ તથા પેચવર્કની કામગીરી સત્વરે હાથ ધરાઈ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારે વરસાદના કારણે તૂટી ગયેલા રોડ રસ્તાનું સમારકામ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ કામદારોની એક ટીમ કાર્યરત છે અને વરસાદને લીધે તૂટી ગયેલા રોડ રસ્તાઓના પેચવર્કની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સ્વાઇન ફ્લૂ, ઝાડા ઉલ્ટી અને મેલેરિયાના કેસો ન વધે એ માટે ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ. આરોગ્ય વિભાગ દ્વારા દવાઓના વિતરણ સાથે આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
કચ્છ જિલ્લામાં પણ વરસાદ બાદ પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે પશુપાલન વિભાગ દ્વાર રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. કચ્છની 23 તેમજ બનાસકાંઠાના અને પાટણથી 8 ટીમ બોલાવીને કુલ ૩૧ ટીમો દ્વારા રસીકરણ, સારવારની તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે.. કચ્છમાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ પશુઓનું રસીકરણ અને 7 હજારથી વધુ પશુઓની સારવાર કરવામાં આવી છે. ભારે વરસાદની પરિસ્થિતિમાં જિલ્લામાં 167 પશુ અને 3 હજારથી વધુ મરઘાઓનું મૃત્યુ થયું છે..
સુરેન્દ્રનગર, મહેસાણા, પંચમહાલ, આણંદ, મહીસાગર અને સાબરકાંઠા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા માર્ગોની મરામત કરવામાં આવી રહી છે