આજે રાજ્યભરમાં ધનતેરસની ઉજવણી કરાશે. આજના દિવસે માતા લક્ષ્મી અને આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરિની પૂજા કરાય છે. રાજ્યના નાગરિકોના દિર્ઘાયુ માટે ડૉક્ટર સેલ દ્વારા તમામ જિલ્લા અને મહાનગરના કાર્યાલય ખાતે આજે ભગવાન ધન્વંતરિની પૂજા-અર્ચના કરાશે. ધન્વંતરિ જયંતી નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ બપોરે ત્રણ-થી પાંચ વાગ્યા સુધી યોજાશે.ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ડૉક્ટર સેલના સંયોજક ડૉક્ટર ધર્મેન્દ્ર ગજ્જરે અખબારી યાદીમાં જણાવ્યું કે, આ કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના વિવિધ હોદ્દેદારો અને મહાનુભાવો ભગવાન ધન્વંતરિની પૂજા-અર્ચના કરશે.
Site Admin | ઓક્ટોબર 18, 2025 9:53 એ એમ (AM)
રાજ્યભરમાં ભગવાન ધન્વંતરિ અને માતા લક્ષ્મીની પૂજા-અર્ચના સાથે ધનતેરસની ઉજવણી
