જાન્યુઆરી 3, 2026 7:16 પી એમ(PM)

printer

રાજ્યભરમાં પોષી પૂનમની ધાર્મિક આસ્થાભેર ઉજવણી.

રાજ્યભરમાં પોષ મહિનાની પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ ધાર્મિક સ્થળોને વિશેષ શણગાર કરાયો છે.
બનાસકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં માતાજીના પ્રાગટ્ય મહોત્સવને વધાવવા વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. મંદિર પરિસરમાં વિશ્વ શાંતિ અને લોકકલ્યાણ અર્થે વિશેષ યજ્ઞ પણ કરાયો. તેમજ મંદિરમાં ધરાવાયેલા વાનગીઓના છપ્પન ભોગ અન્નકૂટના ભક્તોએ દર્શન કર્યાં.
ખેડાના નડિયાદ સ્થિત સંતરામ મંદિરમાં આજે રાજ્યભરમાંથી આવેલા ભક્તોએ ‘જય મહારાજ’ના નાદ સાથે બોરની ઉછામણી કરી. આ ઉત્સવમાં દિવ્યજ્યોતના દર્શન અને માનતા પૂરી થવાનું વિશેષ મહત્વ હોવાથી સવારથી જ ભક્તોની લાંબી કતાર લાગી છે.
અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે પણ સવારથી જ ભક્તોની ભીડ જામી છે. શામળીયા દેવની મૂર્તિને સોના અને હીરાજડિત આભૂષણોથી શણગાર કરાયો હોવાનો મંદિરના પૂજારીએ જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.