સમગ્ર દેશમાં અને રાજ્યભરમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરવામાં આવી અને આવનાર નવા વર્ષને આવકારવા માટે મંદિરો, ઘરો અને અન્ય જાહેર સ્થળો પર રોશનીનો વિશેષ શણગાર કરાયો છે.આણંદ જિલ્લામાં ઉત્સાહ અને ઉમંગભેર દિવાળીની ઉજવણી કરવામાં આવી. શુભ મુહુર્તમાં ચોપડા પૂજન, શારદા પૂજન કરાયું.સોમનાથ મંદિરમાં દીપાવલી પર્વની ઓનલાઇન ઉજવણી કરાઈ અને ભક્તો ગણેશજી અને લક્ષ્મી પૂજનમાં મોટી સંખ્યામાં જોડાયા.બનાસકાંઠા જિલ્લામાં પણ દિવાળી પર્વ નિમિત્તે શક્તિપીઠ અંબાજી મંદિર સહિત મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. રાજ્યના પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ દાંતિવાડા સ્થિત બીએસએફ હેડ ક્વાર્ટર ખાતે અને રાજ્યના ગ્રામોદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરે નડાબેટ ખાતે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.ભાવનગરમાં દિવાળી પર્વની ભાવસભર ઉજવણી કરવામાં આવી કૃષિમંત્રી જીતુ વાઘાણીએ રાજપરા ખોડિયાર મંદિરે જઈ દર્શન કરી આર્શીવાદ મેળવ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીનો પર્વ લોકોએ ધામધૂમથી ઉજવ્યો. ચોટીલા ધામમાં તહેવાર શરૂ થયા ત્યારથી જ ભક્તોનો ધસારો જોવા મળ્યો છે અને કાલે નવા વર્ષ નિમિત્તે પણ ભક્તો સરળતાથી માં ચામુંડાના દર્શન કરી શકે તે માટે મંદિરના દ્વાર વહેલી સવારે ખોલી નાખવામાં આવશે..
Site Admin | ઓક્ટોબર 21, 2025 10:13 એ એમ (AM)
રાજ્યભરમાં દિવાળીની ઉત્સાહ, ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી