ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 26, 2025 8:14 એ એમ (AM) | હવામાન વિભાગ

printer

રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત્ છે અને આગામી 48 કલાક સુધી આ જ સ્થિતિ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત્ છે અને આગામી 48 કલાક સુધી આ જ સ્થિતિ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું હતું. તેમજ રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમન સામાન્ય અથવા સામાન્યથી ઓછું નોંધાયું હતું, પરંતુ રાત્રિ દરમિયાનના લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર આવ્યો નહતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. જ્યારે ભુજ, કંડલા હવાઈમથક, અને પોરબંદર જિલ્લામાં 13 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. આ સિવાયના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 14 અને તેથી વધુ નોંધાયું હતું.