રાજ્યભરમાં ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા માગતા ખેડૂતોએ આગામી 15 માર્ચ સુધી નોંધણી કરાવવા અનુરોધ કરાયો છે. ખેડૂતો C.C.I. એટલે કે, ભારતીય કપાસ નગમના ઈ-માર્કેટ પૉર્ટલ પર ખરીદ કેન્દ્રો ખાતેથી નોંધણી કરાવી શકશે. સમય મર્યાદામાં અરજી કરનારા ખેડૂતો પાસેથી જ કપાસની ટેકાના ભાવે ખરીદી કરાશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. રાજ્યના 74 ખરીદ કેન્દ્ર ખાતે કપાસની ખરીદી આગામી સપ્ટેમ્બર મહિના સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા આવખતે કપાસ માટે ટેકાનો ભાવ સાત હજાર 741 રૂપિયા જાહેર કરાયો છે.ખેડૂતો પોતાની સમસ્યા અને ફરિયાદ માટે 7718955728 નંબર પર સંપર્ક કરી શકશે.
Site Admin | માર્ચ 11, 2025 6:42 પી એમ(PM) | ખેડૂતો
રાજ્યભરમાં ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા માગતા ખેડૂતોએ આગામી 15 માર્ચ સુધી નોંધણી કરાવવા અનુરોધ કરાયો
