ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 3, 2024 7:32 પી એમ(PM) | “રવિ કૃષિ મહોત્સવ 2024”

printer

રાજ્યભરમાં છ અને સાત ડિસેમ્બરે “રવિ કૃષિ મહોત્સવ 2024” યોજાશે

રાજ્યભરમાં છ અને સાત ડિસેમ્બરે “રવિ કૃષિ મહોત્સવ 2024”નું આયોજન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી આ મહોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ‘રાજ્યભરના 246 તાલુકામાં યોજાનારા આ મહોત્સવમાં અઢી લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે.આ આયોજનથી કૃષિ વૈજ્ઞાનિકોને ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ સમજવામાં સરળતા થઈ તેમજ ખેડૂતોની સમસ્યાને અનુરૂપ સંશોધનો કરવામાં પણ તેમને સફળતા મળી. પટેલે ઉમેર્યું કે, ‘આ મહોત્સવ થકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો “લેબ ટૂ લેન્ડ” એટલે કે, “પ્રયોગશાળાથી જમીન”નો મંત્ર ચરિતાર્થ થયો છે. આ આયોજનથી ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો તેમજ તજજ્ઞો વચ્ચેનું અંતર દૂર થયું છે.’