ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 17, 2025 9:22 એ એમ (AM)

printer

રાજ્યભરમાં છેલ્લા ચોવિસ કલાક 220 તાલુકામાં વરસાદ – સૌથી વધુ ગઢડામાં સાડા તેર ઇંચ અને પાલીતાણામાં સાડા અગિયાર ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ – એનડીઆરએફ અને કોસ્ટગાર્ડ દ્વારા બચાવ કામગીરી

રાજ્યમાં ગઇકાલે સાંજે છ વાગ્યાથી આજે સવારના ચાર વાગ્યા સુધીમાં રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન 220 તાલુકામાં અતિભારેથી હળવો વરસાદ વરસ્યો છે.સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં સાડા તેર ઇંચ અને ભાવનગર તાલુકાના પાલીતાણામાં લગભગ બાર અને સિહોરમાં સાડા અગિયાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જેસર અને ઉમરાળામાં દસ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો.જ્યારે અમદાવાદમાં પણ ગઇકાલે ચોવિલ કલાક દરમિયાન પાચં ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ હતી. વાવાઝોડા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં અસહ્ય ઉકળાય અને ગરમીમાંથી લોકોને રાહત મળી હતી.રાજ્યમાં ગઇકાલે રાત્રે વર્ષા ઋતુના આગમન બાદ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. ગકલે રાત્રે ૧૦ વાગ્યા સુધી મળેલ આંકડા મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં સાડા ત્રણ ઇંચ, સાયલામાં આશરે ત્રણ ઇંચ, ચૂડા અને મૂળી તાલુકામાં બે ઇંચ તથા દસાડા, લખતર, લીંબડીમાં સરેરાશ એક ઇંચ વરસાદ નોંધાયો હતો.