ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 26, 2025 7:06 પી એમ(PM)

printer

રાજ્યભરમાં ચોમાસું જામ્યું – આજે 159 તાલુકામાં વરસાદ

રાજ્યમાં ચોમાસું જામ્યું છે. આજે 159 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢના માળીયા હાટીનામાં સૌથી વધુ 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના મહુવામાં પણ ભારે વરસાદ પડતાં પોણા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. પોરબંદર જિલ્લામાં પણ આજે મેઘમહેર થતાં રાણાવાવમાં 3 ઇંચ, કુતિયાણામાં અઢી ઇંચ, વરસાદ ખાબક્યો હતો. પોરબંદરના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે રાણાખીરસરા બંધના 2 દરવાજા ખોલાયા છે જેથી જિલ્લાના 4 ગામને સાવચેત કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લાના સાપુતારામાં બે ઇંચ જ્યારે આહવામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના જળાશયોની સ્થિતિની વાત કરવામાં આવે તો રાજ્યના 17 જળાશય હાઇએલર્ટ પર છે જ્યારે 15 એલર્ટ પર છે.